Published by : Rana Kajal
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ દેસાઈ કોમ્પલેક્ષ સ્થિત મીર ટ્રેડર્સમાં માલ સામાન ખાલી કરવા આવેલ ટ્રક ચાલકે જીવંત વીજ વાયર તોડી પડતા નાશભાગ મચી જવા પામી હતી
આજરોજ ટ્રક નંબર-જી.જે.૦૩.વી.૮૦૬૯નો ચાલક અનાજ સહિતનો જથ્થો લઇ ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ દેસાઈ કોમ્પલેક્ષ સ્થિત મીર ટ્રેડર્સમાં માલ સામાન ખાલી કરવા માટે આવ્યો હતો તે દરમિયાન ટ્રકને અડી જતા જીવંત વીજ વાયર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની થવા પામી ન હતી પરંતુ વીજ વાયર તૂટી પડતા વેપારીઓ સાથે ગ્રાહકોની જીવ અધ્ધર થઇ ગયા હતા.અત્રે ઉલ્લેખની છે કે ભરૂચ શહેરમાં ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ હોવા છતાં કોઈની પરવાનગીથી ભારે વાહનો શહેરમાં આવે છે તેવા સવાલો પણ ઉભા થયા છે.ઘટના બની એ સેવાશ્રમ રોડ વાહન ચાલકો સાથે રાહદારીઓની મોટી સંખ્યા આવન જાવાન કરતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાતે તો તેનું જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થયા છે.
