Published By : Parul Patel
- ભરૂચમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન અને અપહરણ મુદ્દે સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથીની આગેવાનીમાં એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં એક પછી એક મુસ્લિમ યુવતીઓનું અન્ય સમાજના યુવાનો પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી તેઓનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જયારે દાહોદ પાસેના એક ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન કરાવી તેઓની સાથે લગ્ન કરતા હોવાનું પીડિત પરિવારજનો આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે દીકરીઓના માતાપિતાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનઓમાં ફરિયાદો આપી હોવા છતાં યોગ્ય પગલા લેવામાં નહી આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજની યુવતીઓને પટાવી ફોસલાવીને ગેરકાયદેસર રીતે ભગાડી જનાર સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.