- વિશ્ર્વ શાંતિ માટે કરાયેલ કાર્ય અંગે સિધ્ધિ પ્રાપ્ત થઈ..
- રાજકોટની મૂળ વતની અને હાલ મુંબઇ ખાતે રહેતી વિધી ઉપાધ્યાય ને વિશ્ર્વ શાંતિ માટે કરેલ કાર્ય અંગે ગિનીઝ બુકમાં સ્થાન પ્રાપ્ત થયું છે
વિશ્વ શાંતિનો મેસેજ આપવા વિધિ ઉપાધ્યાયે 100થી વધુ ભાષામાં ‘વી આર વન’ ગ્લોબલ એન્થમ બનાવ્યુ રાજકોટની વતની અને હાલ મુંબઈ રહેતી વિધિ ઉપાધ્યાયે પોતાની સંગીત કલાના માધ્યમથી તાજેતરમાં એક પછી એક ત્રણ કીર્તિમાન સ્થાપિત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2021ના ઓક્ટોબરમાં ગીત લખી, સ્વરબદ્ધ કરી અને પોતાના જ કંઠમાં ‘વી આર વન’ના શીર્ષક સાથે ગ્લોબલ એન્થમ બનાવ્યું હતું, જેમાં 250થી વધુ દેશો અને ટાપુઓની 100થી વધુ અલગ અલગ ભાષામાં એનુ અનુવાદ કરી વસુધૈવ કુટુમ્બકમ અને વિશ્વ શાંતિનો મેસેજ પાઠવ્યો છે. આ ગ્લોબલ એન્થમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.આ પ્રસંગે વિધિએ જણાવ્યું હતું કે રાજકોટ મારી જન્મભૂમિ છે અને હાલ હું મુંબઇ રહું છું. તાજેતરમાં જ મારું પોતાનું કમ્પોઝિશન ‘વી આર વન’ શીર્ષક હેઠળ 100થી વધુ ભાષાનો ઉપયોગ કરી વિશ્વ શાંતિનો મેસેજ આપતું એક ગ્લોબલ એન્થમ બનાવ્યું છે. આ એન્થમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાનું જ ગીત બહાર પાડવા અને વિશ્વ સ્તરે નામ હાંસલ કરવું એ જ મારા માટે બહુ ખુશીની વાત છે. ખુશીની લહેર મારી અંદર દોડી રહી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-6-16.jpg)
આ એન્થમ વસુધૈવ કુટુમ્બકમ આધારિત છે વિધિએ વધુમાં જણાવ્યું હતું કે એક એવું એન્થમ, જે માત્ર ભારત જ નહીં, પણ આખી દુનિયામાં એક એવો સ્ટ્રોંગ મેસેજ ‘વી આર વન’ એટલે કે આપણે સૌ એક જ છીએ એ પ્રકારનું છે. ભારતની એક ફિલોસોફી છે કે વસુધૈવ કુટુમ્બકમ, આ એન્થમ એના પર આધારિત છે. આના માટે મને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળવું એ મારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. ફક્ત 3 વર્ષની ઉંમરે જ મને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત જ્યારે હું 11 વર્ષની હતી ત્યારથી કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે 13 વર્ષની ઉંમરમાં શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક પરીક્ષામાં સંગીતગુરુ મીનાક્ષીબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ સમયે ગુજરાતમાં સૌથી નાની વયે આ સિદ્ધિ મેળવનાર હું એક જ હતી. શાસ્ત્રીય સંગીતની સાથે મેં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતની પણ તાલીમ લીધી છે, જે લંડનની ટ્રિનિટ કોલેજ ઓફ મ્યુઝિકમાં લીધી હતી. આ સિવાય પિયાનો અને ગિટારની તાલીમ પણ લીધી છે