Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODમેં અટલ હું'નો ફર્સ્ટ લુક રિલીઝ…

મેં અટલ હું’નો ફર્સ્ટ લુક રિલીઝ…

અભિનેતા પંકજ ત્રિપાઠી એવા કલાકાર છે જે દરેક પાત્રને પોતાનું બનાવે છે. હવે ટૂંક સમયમાં તે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં જોવા મળવાના છે. આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ ખાસ અવસર પર પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે ટૂંક સમયમાં અટલ બિહારી વાજપેયીની બાયોપિક ફિલ્મ ‘મેં અટલ હું’માં જોવા મળશે. તેણે જે તસવીર શેર કરી છે તેમાં તેને ઓળખવો મુશ્કેલ છે. મેક-અપ અને પ્રોસ્થેટિક્સની મદદથી તે બિલકુલ તેના જેવો જ દેખાય છે. અભિનેતાનું આ રૂપ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ ફિલ્મ માટે દર્શકોએ આખું વર્ષ રાહ જોવી પડશે. આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં એટલે કે 2023માં રિલીઝ થશે. ફિલ્મમાંથી પોતાનો લુક શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું, ‘હું જાણું છું કે અટલજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારે સંયમ સાથે મારા વ્યક્તિત્વ પર કામ કરવાની જરૂર છે. મને દ્રઢ વિશ્વાસ છે કે, હું ઉત્સાહ અને મનોબળના આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ. સિનેમાઘરોમાં ‘મેં અટલ હું’ ડિસેમ્બર 2023માં આવશે.જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન મરાઠી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક રવિ જાધવ કરી રહ્યા છે. ફિલ્મના પોસ્ટર પર અભિનેતાના ચાહકોએ તેને ઘણી શુભેચ્છાઓ આપી છે. પંકજ ત્રિપાઠીને આવી ભૂમિકામાં જોઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!