મેક્સિકોમાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉની અનેક ઘટનાઓ બાદ હવે ફરી એકવાર અહીંથી ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. મેક્સિકોના શહેર ઇરાપુઆતોમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ કે શનિવાર સાંજે ઇરાપુઆટોમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો.
ઇરાપુઆટોની સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે શહેરના દક્ષિણ ભાગમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. સુરક્ષા અધિકારીઓ હુમલાખોરોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરિંગ પાછળ હુમલાખોરોનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયુ નથી. ગુઆનાજુઆટો રાજ્યમાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ બીજી વખત સામૂહિક ગોળીબાર થયો છે.