Published by : Rana Kajal
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પૂર્વમાં આવેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે.આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં પંચ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે.
ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સમાંં નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ત્રણેય રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે મતગણતરી થશે. 2018માં ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 27 ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. પરિણામ 3 માર્ચ 2018 ના રોજ આવ્યું હતું.