- અમદાવાદીઓ માટે મેટ્રો પિકનિક
સ્પોટ તરીકે જાણીતુ બની ગયુ છે શનિ-રવિ હોય કે રજા, મેટ્રો રાઈડ માટે સવારથી જ ફેમિલીની મેટ્રોમાં ભીડ જામે છે તેમાં પણ મેટ્રો
અમદાવાદ : સાબરમતી પરથી પસાર થતા જ મેટ્રોમાં સવાર લોકો ચિચિયારી પાડી રહ્યા છે. અમદાવાદીઓ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોતા હતા તે મેટ્રો ટ્રેન હવે દોડતી થઈ ગઈ છે. મેટ્રોના બંને રુટ શરૂ થયા ત્યારથી જ શહેરીજનોને તો જાણે લોટરી લાગી ગઈ છે. રોજબરોજના વપરાશકારોની ભીડ તો રહે જ છે, પરંતુ શનિ-રવિ તો વિશેષ ભીડ થવા લાગી છે. વીકેન્ડ અને રજાના દિવસે સવારથી જ અમદાવાદીઓ ફેમિલિ સાથે એ રીતે મેટ્રો સ્ટેશને ઉમટી પડે છે કે જાણે તેમના માટે નવું પિકનિક સ્પોટ ના બની ગયું હોય! ફરવાના શોખીન અમદાવાદીઓ રવિવારે મેટ્રોમાં સવાર થઈને શહેરના વિવિધ સ્થળોએ ફરવા જવા લાગ્યા છે.
એલિવેટેડ રુટ પર શહેર અલગ અંદાજમાં જોવા મળે છે મેટ્રોની રોમાંચક સફર અંગે અમદાવાદીઓ પોતાના અનુભવો પણ જણાવી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે ટ્રેનમાં સફર કરવાની ખૂબ જ મજા આવે છે. દર રવિવારે શહેરના વિવિધ જગ્યાએ ફરવા જતા હોય છે પરંતુ મેટ્રો ટ્રેનમાં ફરવાનો ખુબજ અલગ અનુભવ મળે છે. તેનું સૌથી મોટું કારણ એલિવેટેડ બ્રિજ પરની સફર છે જ્યાંથી શહેરનો અલગ નજારો જોવા મળે છે.
મેટ્રોના મુસાફરો એમ પણ જણાવી રહ્યા છે કે રવિવારે અમદાવાદમાં લોકો વિવિધ કેફે, રિસોર્ટ વગેરે જગ્યાએ જતા હોય છે. પરંતુ હવે તો મેટ્રોમાં મુસાફરી કરવાની ખુબ મઝા આવે છે