Published By : Patel Shital
- ભારતીય ચીજવસ્તુઓની વધી માંગ…
વિશ્વના લગભગ તમામ દેશોમાં મંદી અને મોંઘવારીના કારણે આર્થિક સંકટો ઉભા થઇ રહ્યાં છે. વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકા પણ ધીમે ધીમે દેવાદાર બની રહ્યું છે ત્યારે ભારતની ચીજવસ્તુઓની માંગ વિશ્વમાં સતત વધી રહી છે.
મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી મોટી કંપની એવી અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ ભારતની ચીજવસ્તુઓના વેચાણમાં ઉંડો રસ દાખવી રહી છે. વોલમાર્ટ વર્ષ 2027 સુધીમાં ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓમાં વધારો કરી વેપાર 10 અબજ ડોલર સુધીનો કરવાનું આયોજન કરી રહી છે. વોલમાર્ટ દ્વારા ભારતીય બનાવટના રમકડાં, બુટ-ચંપલ, સાયકલ વગેરે ખરીદવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે.