દિન પ્રતિદિન મોઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે. જેનાં પગલે કોમન મેન હેરાન પરેશાન થઈ ગયો છે. વધતી જતી મોંઘવારી નાં પગલે આર્થિક રીતે મધ્યમ વર્ગના માનવીની કમ્મર તુટી ગઈ છે . ગૃહિણીઓનું બજેટ ખાદ્યતેલનાં ભાવોએ ખોરવી નાખ્યું છે. ત્યા અધૂરા માં પૂરું લીંબૂનાં ભાવોમાં પણ વધારો થઈ રહયો છે.
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલથી માંડી તમામ ચીજવસ્તુઓ મોંઘી છે. શાકભાજી પણ દિવસે દિવસે મોંઘા થઈ રહ્યા છે. ત્યારે હવે લીંબુના ભાવોએ લોકોના દાંત ખાટા કરી દીધા છે. લીંબુના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. આજે તા 16 સપ્ટેમ્બરે શાકભાજીના બજારમાં લીંબુનાં ભાવ રૂ 120 પ્રતી કિલો બોલાયા હતા.આ મોઘવારી ક્યાં જઈને અટકશે તેમ ગૃહિણીઓ પણ સરકારને સવાલ પૂછી રહી છે.