Published by : Vanshika Gor
રાજય અને દેશમાં વધી રહેલી મોંઘવારી બાબતે વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગેસ સિલિન્ડર સાથે વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મોંઘવારી બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભૂતકાળમાં જે વાયદા કર્યો હતો તેને યાદ કરીને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, બહુત હુઇ મહેંગાઇ કી મારા અબ કી બાર મોદી સરકાર. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપી દિલ્હીમાં સરકાર બનાવી હતી. આજે 8 વર્ષ થયા તેમ છતાં મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોચી છે. ગુજરાત ગ્રોથ એન્જિનની વાત થતી હોય. ખેડૂતોની આવક બમણી કરવાની વાત થતી હોય. મોંઘવારી ઘટાડવાના સ્વપ્ન બતાવ્યા હોય તેવી સ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઇ છે.
50 પૈસે કિલો ડુંગળી વેચવા માટે ખેડૂત મજબૂર બન્યો છે. 2 રૂપિયા કિલો બટાકા વેચાણ છે. 2 રૂપિયા કિલો લસણ વેચાય. બીજી બાજુ સામાન્ય ગૃહિણી બજારમાં બટાકા ડુંગળી લસણ ખરીદવા જાય ત્યારે ખુબ ઉંચા ભાવ આપવા પડે છે. કોંગ્રેસ સરકારમાં તેલનો ડબ્બો 1000 મળતો હતો. આજે તેલનો ડબો 3000 મળે છે.
ગેસની સિલિન્ડર કોંગ્રેસ સમયે 400 મળતો હતો તે આજે 1100 મળે છે. જ્યારે 400 રૂપિયા ગેસની સિલિન્ડર મળતી હતી ત્યારે ભાજપના નેતાઓ અને હાલના મંત્રીઓ ગેસની સિલિન્ડર લઇને વિરોધ કરવા બેસતા હતા. આજે ગેસની સિલિન્ડરનો ભાવ 1100 પહોંચ્યો છે ત્યારે આ ડબલ એન્જિનવાળી સરકારના બધા ડબલ એન્જિન નેતા ચૂપ છે. ગૃહિણી ત્રસ્ત છે આવક ઘટી છે, રોજગારી ઘટી છે. લોકોનો આવાજ બુલંદ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાજપ તેરે રાજમાં સસ્તા દારૂ મહેંગા તેલ
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જે રીતે ખાદ્ય તેલમાં વધારો થયો છે તેને લઇને સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસ સરકારમાં તેલના ભાવ 1000થી વધારે ન હતા. જ્યારે ભાજપ સરકારમાં તેલના ડબ્બો 3000 સુધી પહોંચી ગયા છે. આમ જીવન જરૂરિયાત વસ્તુઓના જે રીતે ભાવ વધારો થયો છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દારૂ સસ્તો છે પણ તેલ મોધુ વેચાય છે તેવા સૂત્રોચ્ચાર કરીને ધારાસભ્ય મોંઘવારીનો વિરોધ કર્યો હતો.
વિધાનસભા સત્રમાં કોંગ્રેસના 17 ધારાસભ્ય હોવા છતાં સાંપ્રત મુદ્દાને લઇને દરરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. પેપર લીંક કાંડ બાબતે કોંગ્રેસ વિરોધ દર્શાવ્યો હતો. કરાઇ એકેડેમી ખાતે બોગસ પીએસઆઇ તાલીમ બાબતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા મોંઘવારી લઇને વિધાનસભા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસ દ્વારા ગૃહમાં કરાઇ એકેડેમી બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તે બદલ વિરોદ કરવાર કોંગ્રેસના ધારાસભ્યને એક દિવસ માટે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.