Published by : Vanshika Gor
મોડેલ અને સામાજિક કાર્યોકરનારી નિકિતા ધાગે ગયા વરસે મળેલો દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ પાછો આપવાની ઘોષણા કરી છે. તેનું કહેવું છે કે, દાદા સાહેબ ફાળકેના નામ પર ચાલતા ગોરખધંધા પર પર્દાફાશ કરવો જરૂરી છે.
નિકિતાએ વધુમાં કહ્યું હતું કે, મારા જેવા તમામ નવા કલાકારો જાણતા પણ નથી હોતા કે દાદા સાહેબ ફાલકેના નામ પર ભારત સરકાર સિનેમાના સર્વોચ્ચ સમ્માન રાષ્ટ્રીય ફિલમ પુરસ્કાર તરીકે આપે છે. દાદા સાહેબનું સમ્માનજાળવી રાખવા માટે આ પુરસ્કાર સાથે સમાન નામ પર રોક લગાડવાની પણ માંગણી તેણે સૂચના અને પ્રસારણ મંત્રાલયથી કરી છે. આ સાથે તેણે આ વરસે આ એવોર્ડ સ્વીકારનારા તમામ યુવા કલાકારોને ખાસ કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પણ અપીલ કરી છે કે, આ નકલી દાદા સાહેબ એવોર્ડ પાછો આપી દે. જેથી દુનિયાને જાણ થાય ખે, આ નામની પવિત્રતા શું છે અને આ નામ સાથેજોડાયેલા સિનેમાના સૌથી ઊચ્ચ રાષ્ટ્રીય સમ્માનની આપણ પરવાહ કરીએ છીએ.
પુરસ્કારો પાછળ ભાગતી ફિલ્મ નગરી મુંબઇમાં પ્રથમ વખત એવુ બન્યુ છે કે, કોઇ મોડલે અથવા તો અદાકારાએ પોતાને મળેલા દાદાસાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડને પાછો આપવાની ઘોષણા કરી છે. તેણે વધુમાં કહ્યુ હતુ કે, મને મારા સારા કામ કરવા માટે આ એવોર્ડ મળ્યો છે, પરંતુ મને હાલ ૩-૪ દિવસ પહેલા જ જાણ થઇ છે કે, દાદા સાહેબ ફાળકે પુરસ્કારપાછળ એક પૂરી સિસ્ટમ કામ કરી રહી છે.