- ભરૂચ બાયપાસ ચોકડી ખાતેની રેલવે ફાટકમાં કપાસ ભરેલ ઓવરલોડ ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં
- રેલવે ટ્રેકમાં જ ટ્રક ફસાઈ પણ ટ્રેનની અવરજવરનો સમય ન હોય દુર્ઘટના ટળી
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર રેલવે ફાટક આવેલી છે. જેમાં રેલવે ફાટક ખાતે ૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે. માલ સામાન ભરેલ ટ્રકો ફસાઈ જવાના કિસ્સાઓ થતા રહે છે. ત્યારે ગુરુવારના સંધ્યાકાળે એક રાજસ્થાન પાર્સિંગની કપાસ ભરેલ ટ્રક રેલવેના એન્ગલમાં ફસાઈ ગઈ હતી.
ઓવરલોડ કપાસ ભરેલ ટ્રક રેલવે ટ્રેક પર જ ફસાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે જાગૃત લોકો અને પોલીસ કર્મીઓની સુજબૂજને કારણે ફસાયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. રેલવે ફાટક પર રહેલ લોખંડની એન્ગલ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સદનસીબે રેલવે ટ્રેક પર ભરૂચ દહેજ વચ્ચે દોડતી ટ્રેનની આવન જાવનનો સમય ન હોય મોટી દુઘટના તળી હોય તેમ લોકોએ હાશકારો લીધો હતો.