જૉકે ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ મદદનીશ સ્ટાફ બજાવે છે તેવી વીગતો બહાર આવી રહી છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક માસ દરમિયાન 100 જેટલા દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ 25 દર્દીને આંખમાં સોજા અને ઇન્ફેક્શનની ફરિયાદ ઊઠી હતી અને આ દર્દીઓએ આંખની રોશની ગુમાવતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અહીં ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ સ્ટાફની મદદ લેવાઇ રહી હોવાનું સામે આવ્યું છે.શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે આ ધટના બની હતી. જ્યાં અઠવાડિયામાં નિશ્ચિત કરેલા દિવસોએ કાયમ ચારથી પાંચ મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. પાછલા એક માસ દરમિયાન અહીં આ પ્રકારના 100 જેટલા ઓપરેશન કરાયા હતા. પખવાડિયા પહેલા કેટલાક દર્દીઓ ઓપરેશન બાદ આંખમાં સોજાની ફરિયાદ સાથે સિવિલમાં આવ્યા હતા.
હાલમાં 25 જેટલા દર્દીએ આંખની રોશની ગુમાવી એક પછી એક આવા 10 દર્દીને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમા રીફર કરી દેવાયા હતા. જ્યારે ત્રણ દર્દીને અમરેલીમાં જ સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા. આ ઉપરાંત કેટલાક દર્દી સીધા જ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. અમરેલી સિવિલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર 25 જેટલા દર્દીએ આંખની રોશની ગુમાવી દીધી છે. આ દર્દીઓની હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ દર્દીઓના 20થી 25 દિવસ પહેલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. જૉકે સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડોક્ટર છે. તેમ છતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ દોષનો ટોપલો દર્દીઓ પર જ ઢોળવા પ્રયાસ કર્યો
ઉપરાંત અહીં ફેકો મશીન જેવા આધુનિક મશીન પણ છે. પરંતુ ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ સ્ટાફ મદદમાં રહેતો હોવાનું કહેવાય છે. હોસ્પીટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીતિયાએ એવું જણાવ્યું હતું કે, કેટલાક દર્દીઓ સમયસર ફોલોઅપ માટે આવ્યા ન હતા અને આંખની કાળજી લીધી ન હતી.એટલે આવું થયું હતું. એકસાથે 25 લોકો આંખની રોશની ગુમાવે તેવી ગંભીર ઘટનામાં સિવિલ સત્તાવાળાઓએ જવાબદારી નક્કી કરવાને બદલે દર્દી પર ઠીકરું ફોડ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા સિટી પીઆઇ સ્ટાફ સાથે અહીં તપાસ માટે દોડી આવ્યા હતા.અમરેલી સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીતિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી કોઇની આંખની રોશની ગયાની ફરિયાદ આવી નથી. એક પખવાડિયા દરમિયાન આંખમાં સોજાની ફરિયાદ સાથે 15 દર્દી આવ્યા હતા. જેમાંથી 13ને જુદી જુદી હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે ત્રણ દર્દીને અહીં જ સારવાર અપાઇ હતી. કેટલાક દર્દીઓએ ઓપરેશન પછી જે કાળજી લેવી જોઇએ તે લીધી ન હતી.