Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમોદી સરકારે એપલને ચીનમાથી ભારતમા લાવવા સૌથી મોટી આપી ઑફર…

મોદી સરકારે એપલને ચીનમાથી ભારતમા લાવવા સૌથી મોટી આપી ઑફર…

  • મોબાઈલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI)સ્કીમ હેઠળ એપલના સપ્લાયર ફોક્સકોન ઈન્ડિયાને મોટી રકમની મંજુરી

મોદી સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’ મિશન દ્વારા ચીનને સીધી ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે. સરકારે મોબાઈલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI)સ્કીમ હેઠળ એપલના સપ્લાયર ફોક્સકોન ઈન્ડિયાને રૂ. 357.17 કરોડની રકમ મંજૂર કરી છે. તાઈવાનની કંપની ફોક્સકોન પહેલી વિદેશી કંપની છે જેને સરકારે PLI સ્કીમ હેઠળ આટલી મોટી રકમને મંજૂર કરી છે.

ભારત માટે અવસર રૂપ

ચીનમાં કોરોનાના વધતા જતા કેસથી વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપની એપલને નુકશાન થઇ રહ્યું છે. ત્યાંના સરકારની ઝીરો કોવીડ પોલીસીના લીધે એપલ પ્લાન્ટ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. પ્લાન્ટમાં કામ બંધ થયાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જેના કારણે ફોક્સકોન અને એપલને સીધું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં આ કંપનીઓ ચીનની બહાર પોતાનો બેઝ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના માટે ભારત સરકાર ગરમ લોઢા પર પ્રહાર કરી તે સ્થિતિને અસરકારક બનવા ઈચ્છે છે.

નીતિ આયોગે આપી જાણકારી

સરકારે મોબાઈલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ એપલના સપ્લાયર ફોક્સકોન ઈન્ડિયાને રૂ. 357.17 કરોડ મંજૂર કર્યા છે. આ સાથે, ડિક્સન ટેક્નોલોજીસની પેટાકંપની પેજેટ ઇલેક્ટ્રોનિક્સ માટે રૂ. 58.29 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ પહેલીવાર હશે જ્યારે સરકારે દેશમાં વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની માટે પ્રોત્સાહિત કરવા યોજનાને મંજૂરી આપી હોય.

ફોક્સકોન ઈન્ડિયા મૂળ કયાની કંપની છે?

ફોક્સકોન ઈન્ડિયાએ તાઇવાનની બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે. તેનું મુખ્ય મથક ન્યુ તાઈપેઈ શહેરમાં છે. સપ્ટેમ્બર 2022 સુધી લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (LSEM) માટે PLI સ્કીમ હેઠળ રૂ. 4,784 કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે. આના પરિણામે રૂ. 80,769 કરોડની નિકાસ સહિત રૂ. 2,03,952 કરોડનું ઉત્પાદન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!