Published By : Parul Patel
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જારી કરાઈ છે. દરેક મોબાઈલ કંપનીઓને FM રેડિયો ફરજિયાત રાખવા જણાવાયું છે. કોઇપણ સંજોગોમાં FM રેડિયોને ડીસેબલ કરી શકાશે નહી. આ અંગે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે FM રેડિયો વિશ્વાસ પાત્ર સંપર્ક વ્યવસ્થા છે. કુદરતી આફતો અને અન્ય પરિસ્થિતીના સમયે FM સ્ટેશન સ્થાનિક નાગરિકો અને અઘિકારીઓ વચ્ચે સંપર્ક સાધવાનું કામ કરી શકે છે. સાથે જ કટોકટીના સમયે સમયસર સુચના FM રેડિયો દ્વારા આપી શકાય છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અને મેન્યુફેકચર એસોસિએશન ફોર ઇન્ફર્મેશન ટેકનોલોજીને આ બાબતની સુચના આપવામાં આવી છે.