Home Blog મોમ તને નહિ સમજાય : I am sorry હું આ પોસ્ટ delete...

મોમ તને નહિ સમજાય : I am sorry હું આ પોસ્ટ delete નહી કરું.

0

બીજી મા સિનેમા : ઋષિ દવે

Published By : Aarti Machhi

પરદેશમાં રહેતા એક પરિવારની આબેહૂબ વ્યથા દર્શાવતી ફિલ્મ. સાંસ ભી કભી બહુ થીનો હિરો અમર ઉપાધ્યાય, કુનાલના પાત્રમાં, તેની પત્ની આશ્કા (રશ્મિ દેસાઈ) તેમનો દીકરો (અમિત શાહ) દીકરી મેરી (વીરતી વાઘાણી) એક છત નીચે રહે પણ સબ સબ કે તાન મેં…

મકાનને સ્ત્રી ઘર બનાવે એ ઉક્તિને પૂર્ણ રીતે સાર્થક કરતી આ ફિલ્મમાં દર્શાવાય છે. ડિજિટલ યુગમાં દીકરો કબીર ‘No Human App’ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરે, દીકરી મેરી એકસાથે જેક એને વીકીની સાથે ડેટ પર જાય, મોડી રાત સુધી ડાન્સ એન્ડ ડ્રિન્ક પાર્ટી એન્જોય કરે, પિતા કુનાલ બિઝનેસ મીટીંગમાં ગળાડૂબ રહે.

મોમ આશ્કા પતિ,પુત્ર અને પુત્રીની કાગડોળે રાહ જુવે. પરિવાર સાથે ડાયનીંગ ટેબલ પર બેસીને સવારનો બ્રેકફાસ્ટ કરે જે ક્યારે શક્ય ન બને. દીકરા કબીરની બર્થ ડે સેલીબ્રેટ કરવા કેક બનાવે, ઘર સજાવે, કબીર આવે જ નહીં. સતત મોમની અવગણના થાય. મોમ આખરે નક્કી કરે અને ‘Mom on Rent’ બનાવી ઘર છોડે અને ત્રણ યુવાનોની મોમ બનીને રહે.

સ્મરણપટ પર અંકિત થયેલા સંવાદો :

  • स्वदेशे पूजते राजा, विद्वान सर्वत्र पूजते
    આ ભાષા સંસ્કૃતિની છે આપણા દેશની.. 
  • Kabir : Don’t disturb right now. I am working on new project.
    Mom : What it is all about ?
    Kabir : It’s called ‘No Human App’.
  • Mom : Who is jack? Who is Vicky
    Merry : My boy friend.
    Mom : બેમાંથી એકને reject કરશે તો એ લોકોની emotions અને feelings નું શું ?
    Merry : I don’t care
  • કુનાલ: આશ્કા આપણે બાળકોને પાંખો આપી શકીયે છીએ. બાળકોએ નક્કી કરવાનું છે કઈ ડાળી પર બેસવું કે ખુલ્લા આકાશમાં ઊડવું?
    આશ્કા : આકાશમાં ઉંચે ઉડયા પછી પક્ષીએ પાછા ડાળ પર તો આવવું જ પડશે ને !
  • કુનાલ: એ લોકો જે બોલે છે, સાચ્ચુ બોલે છે એ લોકો study કરે છે, કામ કરે છે
    અને તું, આખો દિવસ ઘરમાં free હોય છે. enjoy કર Lifeને. અમારો જીવ ના ખા.
  • આશ્કા :જ્યારે તમે ઘરમાં એકલા હોવ અને તમને શ્વાસ સંભળાય તેને એકાંત કહેવાય
    અને ઘડિયાળનો અવાજ સંભળાય એને એકલતા કહેવાય.

ગીત : સાથે મળીને રહીશું, અમે સાથે મળીને કહીશું અમે…
દિગ્દર્શક ધર્મેશ મહેતાને સલામ.

પરિવાર સાથે ફિલ્મ જોવા જજો. I promise ફિલ્મ ગમશે જ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version