Home News Update My Gujarat મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં ક્ષમતા...

મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનો વીડિયો વાયરલ…

0
  • સાથે જ નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર

મોરબીમાં ગઈકાલે રવિવારે ઝુલતા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા વચ્ચેથી બ્રિજ તૂટી જતા 400 જેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. ત્યારે મોરબી જેવી વધુ એક મોટી દુર્ઘટના રાહ જોઈ રહી હોય તેવી મોટી બેદરકારી સામે આવી છે. આ અંગેનો એક વિડીયો AAP નેતા મનોજ સોરઠિયાએ ટ્વિટ કર્યો છે.

હાલ મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં આ ફેરી બોટની 60થી 80 લોકોની ક્ષમતા સામે તેમાં ખીચોખીચ 250 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

આ વિડીયોને લઈને AAP નેતા મનોજ સોરઠિયાએ ટ્વીટ કર્યું છે કે, વધુ એક દુર્ઘટના રાહ જોઈ રહી છે. ગુજરાતમાં દ્વારકાથી બેટ દ્વારકા જતી બોટ પર સુરક્ષા વિના જ બોટની ક્ષમતાથી વધુ લોકોને ભરવામાં આવી રહ્યા છે. સરકારનું કોઈ નિયંત્રણ નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version