મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરએ કમાટીબાગના સંકલ્પભુમી પાસે વિશ્વામિત્રી નદી પર બનેલા કેબલ બ્રિજના મોનીટરીંગની સૂચના આપી છે.
તહેવારોની રજાના દિવસે પરિવાર અને બાળકોની સાથે મજા માણવા નીકળેલા અનેક પરિવારના માળા મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં વિખેરાઈ ગયા છે. નાનાએવા બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો એકસાથે ઊમટી પડ્યા અને ત્યાર બાદ આ બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીના ઝૂલતા પુલની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરએ કમાટીબાગના સંકલ્પભુમી પાસે વિશ્વામિત્રી નદી પર બનેલા કેબલ બ્રિજના મોનીટરીંગ કરવા માટેની સૂચના આપી છે.

કોર્પોરેશનના 4 ઉચ્ચ અધિકારીઓ કમાટી બાગ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓ બ્રિજની સ્ટેબેલીટી સહીતની ચકાસણી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરને મોનીટરીંગનો રિપોર્ટ આપવામાં આવશે.સિક્યુરિટી ગોઠવી મોટી સંખ્યામાં બ્રિજ પર જતાં સહેલાણીઓને રોકવામાં આવી રહ્યા છે. તો મોરબીની ઘટના બાદ તંત્ર જાગી ગયું છે. પ્રમાણસર લોકો ને જ બ્રિજ પર અવર જવર માટે પરવાનગી આપવામાં આવી છે.

મધ્ય ગુજરાતનો સૌથી મોટો બાગ કમાટીબાગ અને તહેવારમાં દિવસના હજ્જારો સહેલાણીઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે સયાજીરાવ ગાયકવાડે આજ જગ્યાએ ઝૂલતો પુલ બનાવ્યો હતો જે 1964 માં ફુગ્ગા અગિયારસ ના દિવસે ભારે ભીડ ને કારણે તૂટી પડ્યો હતો. જેમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ 13 કરોડ ના ખર્ચે 2016 માં નવો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. કેબલ બ્રિજ બાલભવનથી કમાટીબાગ ઝુ ને જોડી રહ્યો છે.. 110 મીટર લાંબો અને 4.75 મીટર પહોળો બ્રિજ માં 11 જેટલા કેબલનો ઉપયોગ જેમાં 28.5 મીટર ના થાંભલા ઉભા કરાયા છે કેબલ બ્રિજ પરથી અંદાજીત 1000 લોકો અવરજવર કરી શકે છે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)