- મોરબીનાં વજેપરમાં હિન્દુ-મુસ્લિમે બેસણું-જિયારત સાથે રાખ્યા હતા. આમ કોમી એકતા નુ અનોખું વાતવરણ સર્જાયું
હાલમાં મોરબીના વજેપરમાં આડોશ પાડોશમાં જ રહેતા પાડોશીઓ ગત રવિવારે સાથે પુલ પર ફરવા ગયા હતા અને આ ઝૂલતા પુલની હોનારત બની ત્યારે બધા એકસાથે અંદર ખાબક્યા જેમાં 6 સભ્ય પૈકી ચારનાં મોત થયા અને બે જ બચી શક્યા હતા. આ બન્ને હિન્દુ-મુસ્લિમ પરિવારોએ પાડોશી ધર્મ મોત બાદ પણ નિભાવ્યો અને હતભાગીઓનું બેસણું સાથે યોજી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.
જે અંગે વજેપરના સમીરભાઇએ જણાવ્યુ કે અમે બન્ને પરિવાર નજીક રહીએ છીએ. બન્નેના મળીને 6 સભ્ય ફરવા ગયા હતા અને મુમતાઝબેન, શાહબાનબેન, પ્રિયંકા અને હર્ષદનાં મોત નીપજ્યા હતા. બે લોકો બચી શક્યા. સાથે જ જીવતા હતા. તો મોત પછીની અમુક વિધિ પણ સાથે જ કરવી એમ માનીને અમે બેસણું સાથે યોજ્યુ હતુ.