ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. ગણતરીના કલાકોમાંજ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી જીત તરફ આગળ વધી છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં જ બીજેપીને ભારે બહુમત મળી ગયો છે. ગુજરાતમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત 2002માં મળી હતી. ત્યારે ભાજપે 127 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ આ રેકોર્ડ તોડીને 157થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે મોરબીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી પહેલા જ મોરબીમાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ વિરોધ પક્ષોએ ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરંતુ આ પછી પણ મોરબીની જનતાએ ભાજપને મત આપ્યો હતો. મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા 50,000થી વધુ વોટના માર્જિનથી જીતી ગયા છે. બ્રિજ દુર્ઘટના દરમિયાન લોકોને બચાવવા તેમણે મચ્છુ નદીમાં કૂદી પડયા હતા. જિલ્લાની ત્રણેય બેઠકો મોરબી, ટંકારા અને વાંકાનેર પર ભાજપની જીત થઇ છે. મોરબીમાં ભાજપે સિટીંગ ધારાસભ્યની ટિકિટ કાપીને કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી હતી. હાલ મોરબીની ત્રણેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.