- દરેક ઈજાગ્રસ્તોના પરિવારને 2 લાખ રૂપિયા ચૂકવવા આદેશ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોર્ટે જણાવ્યું કે, “જે લોકોએ જિંદગી ગુમાવી છે તેની જિંદગી તો પરત કોઇ નહી આપી શકે. જિંદગીની કોઈ કિંમત કે એનું કોઈ વળતર હોઇ ના શકે, અહીં તો માત્ર વતળતર ચૂકવવાનો પ્રયાસ થઇ શકે…આનો અર્થ… અમૂલ્ય જીવ ગયો હોય એનું વળતર કઈ રીતે નક્કી થાય, તે મુદે યોગ્ય ન્યાય થવો જોઇએ” આ ઉપરાંત કોર્ટે તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા બ્રિજનું રિપેરિંગ અને નીરિક્ષણ સહિતની જવાબદારી નક્કી કરતી નિતી 15 દિવસમાં બનાવવા પણ સરકારને હુકમ કર્યો છે.