મોરબીની હોનારતે 141 નિર્દોષ લોકોના જીવ લીધા ને ગુજરાત ફરી એક વાર હચમચી ગયુ છે. પરંતુ ગત જુલાઈમાં બોટાદના બરવાળા ખાતે 43ના જીવ લેનારો લઠ્ઠાકાંડ હોય કે પછી અમદાવાદમાં શ્રેય અગ્નિકાંડ, 2019માં સુરતની તક્ષશિલા બિલ્ડીંગમાં 22 માસૂમોના જીવ ગયાની વાત હોય કે પછી રાજકોટમાં 2020માં ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 6ના મોતની ઘટના… ચારેય મોટી હોનારતમાં મૃત્યુ પામેલામાં એકેયનો પરિવાર એવું નથી માનતો કે સરકારે તેમને ન્યાય અપાવ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામે રહેતા કરણ ભૂપતભાઈ અને જ્ણાવ્યુકે . ચાર મહિના થઈ ગયા, કોઈ અમે જીવીએ છીએ કે મરી ગયા તે જોવા પણ કોઈ નથી આવ્યું.. સરકારે એ સમયે મોટી મોટી વાતો કરી પણ હજી સુધી અમને જાહેર કરાયેલી સહાય પણ નથી જ્યારે મૃતક મુકેશભાઈ પરમારના વિધવા રંજનબેન તો દારુણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. “લઠ્ઠાકાંડમાં મેં પતિને ગુમાવ્યા, રળનારા જતા રહ્યા… હવે નાના બાળકોને શું ખવડાવવું એ જ ખબર નથી. ઘર ચલાવવું મુશ્કેલ છે અને સામે સરકારે પણ અમને કોઈ સહાય આપી નથી.. એક ફદિયો પણ નથી આપ્યો. સરકારની કામગીરીથી અમે બિલકુલ સંતુષ્ટ નથી. ગામમાં હજી પણ દારુ તો ખુલ્લેઆમ મળે જ છે. વેચનારા વેચે છે ને પીનારા પીવે છે. અમને તો કોઈ ન્યાય મળ્યો નથી.”
અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 2019માં લાગેલી આગમાં 7ના જીવ ગયા હતા. , શ્રેય હોસ્પિટલની આગને આજે બે વર્ષ થઈ ગયા છે. પરંતુ હજી સુધી એકેય માલિકને કોઈ સજા થઈ નથી. તપાસપંચ નિમાયું, ચમરબંધીને પણ નહીં છોડાય તેવી વાતો કરાઈ.. માલિક સામે ગુનો નોંધાયો પરંતુ સજા થઈ નથી. અમારો સવાલ છે કે બે વર્ષ તો થયા.. હવે ક્યારે સરકાર ન્યાય અપાવશે મોરબીની હોનારતે 141 નિર્દોષ લોકોના જીવ લીધા ને ગુજરાત ફરી એક વાર હચમચી ગયું છે. પરંતુ ફરી એક વાર સૌથી મોટો સવાલ એ ખડો થયો છે કે શું આ સરકાર આ વખતે સાચા દોષીને પકડીને સજા કરશે કે ફરી સીટ કે બીજી તપાસનું માત્ર નાટક જ થશે? અત્યારસુધીનો ઇતિહાસ સાક્ષી છે કે હજી ગત જુલાઈમાં બોટાદના બરવાળા ખાતે 43ના જીવ લેનારો લઠ્ઠાકાંડ હોય કે પછી અમદાવાદમાં શ્રેય અગ્નિકાંડ, 2019માં સુરતની તક્ષશિલા બિલ્ડીંગમાં 22 માસૂમોના જીવ ગયાની વાત હોય કે પછી રાજકોટમાં 2020માં ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 6ના મોતની ઘટના… ચારેય મોટી હોનારતમાં મૃત્યુ પામેલામાં એકેયનો પરિવાર એવું નથી માનતો કે સરકારે તેમને ન્યાય અપાવ્યો છે. અરે.. એ તો ઠીક પરંતુ તેમની ન્યાયની આશા પણ ધૂંધળી થઈ ગઈ છે.