કેટલા સમયથી રાહ જોવાતી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ 18મી નવેમ્બરે એટલે કે ગતરોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ટ્રેલર અને ટીઝર જોયા બાદ દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની વાર જોઈ રહ્યા હતા. ફિલ્મની રિલીઝ થતા દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. જો કે ફિલ્મ જોવા માટે લોકો કેટલા ઉત્સાહિત હતા આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અજય દેવગણની આ ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું હતું.
‘દ્રશ્યમ 2’ એ 2015માં આવેલી ફિલ્મ ‘દ્રશ્યમ’નો બીજો ભાગ છે અને આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં છે. આ સાથે જ ફિલ્મ ‘દ્રશ્યમ 2’નુંને શરૂઆતના દિવસે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
રિપોર્ટ અનુસાર અજય દેવગન સ્ટારર થ્રિલર સસ્પેન્સે ફિલ્મે બોક્સ ઓફિસ પર દિવસે 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મનું બજેટ લગભગ 50 કરોડ રૂપિયા હતું અને આવી સ્થિતિમાં પહેલા દિવસનું કલેક્શન જોઈને નિર્માતાઓને ખુશ થઈ ગયા છે. આ સાથે જ ‘દ્રશ્યમ 2’ની કમાણી શનિવાર અને રવિવારે વધુ વધવાની ધારણા છે.