Published by : Vanshika Gor
દરેક હિન્દૂની ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર બદ્રીનાથ ધામના દર્શન કરે. તેથી તેના કપાટ ખુલવાની આખું વર્ષ રાહ જુવે છે. બદ્રીનાથ ધામ ચાર ધામમાંથી એક છે. ભગવાન વિષ્ણુનું પ્રમુખ ધામ કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતારોમાંથી એક નર અને નારાયણ ઋષિની તપોભૂમિ એટલે બદ્રીનાથ ધામ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નારાયણ એ આ જ સ્થળે નર સાથે તપસ્યા કરી હતી.આ વર્ષે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલ 2023ના રોજ ખુલશે.બદ્રીનાથ મંદિરના દરવાજા ત્રણ-ત્રણ ચાવીઓથી ખુલે છે અને આ ત્રણ ચાવી અલગ-અલગ લોકો પાસે છે. જેમા એક ચાવી તેહરી રાજ પરિવારના પુજારી પાસે , બીજી ચાવી બદ્રીનાથ ધામના હક હુંક્ક ધારીમાં સામેલ મહેતા લોકો પાસે છે અને ત્રીજી હક ભંડારી લોકો પાસે છે. આ ત્રણ ચાવી લગાવવાથી જ બદ્રીનાથ મંદિરના દરવાજા એટલેકે કપાટ ખુલે છે. દર વર્ષે બદ્રીનાથ સહિત કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા છ મહિના માટે ભક્તો માટે બંધ રાખવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર, બદ્રીનાથને બ્રહ્માંડનું આઠમું વૈકુંઠ કહેવામાં આવે છે, અહીં વિષ્ણુજી 6 મહિના સુધી જાગતા રહે છે અને 6 મહિના સુધી ઊંઘે છે. ઉપરાંત, શિયાળાની મોસમમાં આ સ્થળોએ ઘણી હિમવર્ષા થાય છે.બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ઘીનો લેપ લગાવવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે રાવલ પહેલા મંદિરમાં પ્રવેશ કરે છે. એવું માનવામાં આવે છે કે જો મૂર્તિને સંપૂર્ણ રીતે ઘીથી લપેટાયેલી હોય તો તે વર્ષે દેશમાં સમૃદ્ધિ આવશે. બીજી તરફ જો ઘી ઓછું કે સુકાઈ ગયું હોય તો દેશમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. ઍવી માન્યતા પ્રચલિત છે ….