રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનને થયેલ નુકસાનીની ભરપાઈ કરવા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું છે.. તેઓએ રશિયા યુદ્ધ સમાપ્ત કરવા ગંભીર ન હોવાનું પણ જણાવ્યું હતું..
રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુધ્ધ સતત 8 મહિનાઓ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેસ્કીએ રશિયા દ્વારા યુક્રેનને થયેલ નુક્શાન ભરપાઈ કરી આપવુ જોઇએ તેમ જણાવ્યુ હતું. યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેસ્કી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સબોધન કરી રહ્યાં હતાં તેમણે એમ પણ જણાવ્યુ કે રશિયા યુધ્ધ સમાપ્ત કરવાં અંગે ગભીર નથી તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વારંવાર પરમાણુ યુધ્ધની ધમકી આપી રહ્યાં છે.