Published by : Anu Shukla
- મૃતકોમાં આંતરિક બાબતોના મંત્રાલયના અનેક ટોચના અધિકારીઓ પણ સામેલ
રાજધાની કીવની બહાર એક કિંડરગાર્ટન નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તેમાં બે બાળકો અને યુક્રેનના ગૃહમંત્રી સહિત ૧૬ લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.
આ મામલે વધુ માહિતી આપતા પોલીસના વડા ઈગોર ક્લેમેંકોએ કહ્યું કે હાલ તો ૧૬ લોકોના મૃત્યુના અહેવાલ મળ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં આંતરિક બાબતોના મંત્રાલયના અનેક ટોચના અધિકારીઓ પણ સામેલ છે જેમાં આંતરિક બાબતોના મંત્રી ડેનિસ મોનાસ્ટિર્સ્કી પણ સામેલ છે.
આ ઘટના પછી ઘટનાસ્થળે લોકોની બૂમા-બૂમનો અવાજ સંભળાઈ રહ્યો હતો. લોકો મદદ માટે વલખાં મારી રહ્યા હતા.