ફિરોઝાબાદના પધમ શહેરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી. ભોંયરામાં આવેલા ફર્નિચરના શોરૂમમાં સાંજે 6.30 કલાકે આગ ફાટી નીકળી હતી અને ત્રીજા માળે આવેલા આવાસ સુધી પહોંચી હતી. પરિવારના સભ્યો આગમાં ફસાઈ ગયા હતા. આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગમાં વેપારી પરિવારના છ સભ્યોના મોત થયા હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇન્વર્ટર બનાવવાનું કામ ઘરમાં જ થતું. શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યુ છે.