- વારંવાર અપમાન કરતાં ક્રૂરતા અને વિકૃતિભરી હત્યા…
- મળમાર્ગમાં લાકડું ખોસી યુવકને ફિલ્મી ઢબે લટકાવ્યો
હાલના સમયમાં નાની નાની વાતોમાં મારામારી અને હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે માત્ર ૧૬ વર્ષના યુવાને તેનુ અપમાન કરવામાં આવતા હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
માત્ર ૧૬ વર્ષના કિશોરે તેનું વારંવાર જાહેરમાં અપમાન કરતા યુવકની અતિ ક્રૂરતાપૂર્વક અને વિકૃતિભરી હત્યા નિપજાવી છે. ભુજના ભારાપર ગામે બનેલી ઘટના અનુસાર, કડિયા કામ કરતા દિનેશ ચાવડા નામના યુવકની હત્યાના કેસમાં ૧૬ વર્ષનો કિશોર મુખ્ય આરોપી છે. ૧૬ વર્ષના કિશોરનું ૨૮ વર્ષનો મૃતક દિનેશ વારંવાર ગામ વચ્ચે અપમાન કરતો અને તોછડાઈથી બોલાવતો હતો. કિશોરે દહિંસરા ગામે રહેતા તેના બે મિત્રોને બોલાવ્યા હતા. દિનેશ ચાવડાનો ભેટો થતાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને મળમાર્ગમાં લાકડું ખોસવામાં આવ્યું હતું. દિનેશને જીવિત હાલતમાં જ તળાવ કિનારે વડની ઝાડની ડાળ પર ગળાફાંસો આપી લટકાવી દેવાયો હતો. દિનેશને ગળાફાંસો આપેલી હાલતમાં મુકીને નાસી છૂટેલા કિશોર અને યુવાવયના તેના બે મિત્રોને માનકુવા પોલીસે ઝડપી લીધા છે. ભુજ તાલુકાના ભારાપરના યુવકની વિકૃતતા સાથે બહેરમીથી માર મારીને હત્યા નિપજાવ્યા બાદ વડઝર રોડ પર આવેલા દેવરાઈ તળાવના કિનારે વડના ઝાડ સાથે બાંધી નાસી જનારા સગીર સહિત ત્રણ આરોપીઓની માનકૂવા પોલીસે ધરપકડ બતાવી વધુ પુછપરછ હાથ ધરી છે. માનકુવા પોલીસ મથકે મૃતક દિનેશ પચાણભાઇ ચાવડાની (ઉ.વ.૨૮) હત્યા કરનારા ભારાપર ગામના કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર યુવક તેમજ દહિંસરા ગામના શિવજી ઉર્ફે કિશન મહેશ્વરી અને અરવીંદ મહેશ્વરી સહિત ત્રણ યુવકો વિરૃાધ મૃતકના ભાઇ ભરત પચાણભાઈ ચાવડા (ઉ.વ.૩૦)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના ભાઇ સાથે જુની અદાવતના પગલે માથાના ભાગે કાન પાસે બોથડ પદાર્થ મારી ગંભીર ઇજા પહોંચાડીને ગુદાના ભાગે લાકડાથી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવીને વડઝર રોડ પર દેવરાઇ તળાવના કિનારે આવેલા વડના ઝાડની ડાળ પર ખાટલાની પાટી વળે ફાંસો ખાધેલી હાલતમાં બાંધી નાસી ગયા ગયા હતા. માનકુવા પોલીસ માથકના પીઆઈ ડી.આર. ચૌધરીએ ઘટનાની ગંભીરતાને લઇ પોલીસ માથકની અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા.