Published by : Rana Kajal
- યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી….
- નખ પર પ્રતિક રૂપ રાષ્ટ્ર ધ્વજના કલર દર્શાવ્યા…રાષ્ટ્ર પ્રેમ દર્શાવતી મહેંદી મૂકી….
આજના યુવાનોમાં દેશભક્તિનો અનોખો ક્રેઝ જણાઈ રહયો છે.આ ક્રેઝ યુવાઓ પોતાના નખ પર ધ્વજનુ ચિત્ર દોરી અને અન્ય પદ્ધતિઓ દ્વારા દર્શાવી રહ્યા છે….
ખેડા જિલ્લાના કપડવંજ શહેરના પટેલ વાડામાં રહેતી 25 વર્ષિય શિવાની ભટ્ટે પોતાના હાથના નખને રાષ્ટ્ર ધ્વજના પ્રતિક રૂપ કલરથી સજાવ્યા છે. આ સાથે સાથે દેશના જવાનનું સુંદર પ્રતિકૃતિ નેલ આર્ટ દ્વારા પોતાના હાથના નખ પર કંડારી છે. ખૂબ મહેનત બાદ આ નેલ આર્ટ તૈયાર કરાયું છે. શિવાનીએ જણાવ્યુ હતુ કે દેશ ભક્તિ હોવાથી ખાસ આ નેલ આર્ટ તૈયાર કરી છે. આ ઉપરાંત મહેંદી મૂકી ‘સત્ય મેવ જયતે’ અને ‘જય હિન્દ’ના સ્લોગન લખ્યા છે. આજના યુવાઓમાં દેશ ભક્તિ જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ નેલ આર્ટ અને મહેંદી મૂકી હોવાનુ પણ તેણે જણાવ્યુ હતું . અગાઉ તેઓએ મહેદી દ્વારા અને ચિત્રકલા દ્વારા સમાજમાં જન જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા છે. આમ યુવાઓમાં પણ દેશના ગણતંત્ર પર્વનો અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે