Published by : Rana Kajal
- યુ. કે. ના હોમ સેક્રેટરી સુએલ્લા બ્રેવરમેનનું સ્ફોટક નિવેદન….
યુ. કે. માં પણ ભારતની જેમ લવ જેહાદની સમસ્યા વકરી છે. આ સમસ્યા અંગે યુ.કે. ના હોમ સેક્રેટરી એટલે કે ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમેને સ્ફોટક નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. સુએલ્લા એ એવો દાવો કર્યો છે કે પાકિસ્તાની પુરુષો કે જે યુ.કે.માં વસવાટ કરી રહ્યા છે. તેઓ નાની-નાની અંગ્રેજ છોકરીઓને પટાવી ફોસલાવી પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારબાદ તેમને ડ્રગ અને દારૂના રવાડે ચડાવી બળાત્કાર ગુજારાય છે. એટલુ જ નહીં પરંતુ કેટલાક સમય બાદ આ અંગ્રેજ છોકરીઓને આરબ દેશોમાં મોકલી આપવામાં આવે છે. જ્યાં તેમનું કામ પુરુષોની હવસ સંતોષવાનુ હોય છે. ગ્રૂમિંગ ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તેની વિગત જોતા આ ગુનો કરનારા પહેલા નાની બાળકીઓ સાથે ઓળખ વધારી ધીમે ધીમે નિકટતા વધારે છે. ત્યારબાદ ડ્રગ અને દારૂના બંધાણી બનાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવે છે.અત્યાર સુધીમાં 50 કરતા વધુ પાકિસ્તાનીઓને ગ્રૂમિંગ ગેંગ માટે સજા પણ ફટકારવામાં આવી છે.