Home News Update Health યોગ ભગાડે રોગ…મળસ્કે 5 વાગે ઉઠ્યા બાદ યોગ કરવાના છે ઘણા ફાયદા...

યોગ ભગાડે રોગ…મળસ્કે 5 વાગે ઉઠ્યા બાદ યોગ કરવાના છે ઘણા ફાયદા છે…

0

Published By : Parul Patel

યોગ ભગાડે રોગ એ ઉક્તિ જાણીતી છે, ત્યારે યોગ અને ધ્યાન એક સૂક્ષ્‍મ વિજ્ઞાન છે અને તે પર્યાવરણ અને જરૂરિયાત મુજબ ગમે ત્યારે કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે, કારણ કે તે સમયે મન શાંત હોય છે અને વાતાવરણ શુદ્ધ હોય છે. દિવસની શરૂઆત યોગ થી કરો છો, તો દિવસભર શાંતિ અને સંતુલન આપે છે. એટલા માટે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે.

સવાર એ ધ્યાન કરવાનો યોગ્ય સમય છે. ધ્યાન કરવા માટે સમય પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો જોતાં તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વહેલી સવારે ધ્યાન કરવાથી જીવનની સ્પષ્ટતા અને સમજ વધે છે. જો શક્ય હોય તો, સૂર્યોદય સમયે ધ્યાન કરવાનો પ્રયાસ કરો. આ સમય કુદરતી શાંતિ અને સ્પષ્ટતા પ્રદાન કરે છે, જે ધ્યાનને વધુ અસરકારક બનાવે છે. જો આ શક્ય ન હોય તો, તમારી અનુકૂળતા મુજબ બીજો સમય પસંદ કરો. તેથી ધ્યાન અને યોગનો મહત્તમ ફાયદો મન, મગજ અને સંપૂર્ણ શરીરને થાય છે.

આ સાથેજ AC બંધ કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 5 વાગ્યાનો છે. જો AC ચાલુ રાખવામાં આવે છે તો તેમાંથી નીકળતી ઠંડી હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં, AC નો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે સવારે 5 વાગ્યા પછી એસી બંધ કરી દેવું જોઈએ. AC નો ઉપયોગ કરતી વખતે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી ઓછું ન હોવું જોઈએ, કારણ કે આ તાપમાન માનવ શરીર માટે આરામદાયક અને આરોગ્યપ્રદ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version