Home News Update Health રક્ષાબંધન પર હવે મીઠાઈ પણ હેલ્થી, સુરતના ડોક્ટરે બનાવી આયુર્વેદિક કાજુ કતરી

રક્ષાબંધન પર હવે મીઠાઈ પણ હેલ્થી, સુરતના ડોક્ટરે બનાવી આયુર્વેદિક કાજુ કતરી

0

 સુરતની મહિલાએ રક્ષાબંધન માટે આયુર્વેદિક મીઠાઈ બનાવી છે. જે આહારને લગતા આયુર્વેદના સિદ્ધાંતોથી બનાવાઈ છે. આ મીઠાઈની કોઈ આડઅસર નથી, ઉલટાના તેના ફાયદા અદભૂત છે

આખા દેશમાં સુરત શહેર અને સુરતીઓ કંઈક અવનવુ કરવા માટે જાણીતા છે. આ વર્ષે સુરતીઓ દેશની સૌથી મોંઘી રાખડી પણ લઈ આવ્યા, જે સોના અને હીરાથી બનેલી છે. ત્યારે હવે ભાઈઓની હેલ્થ માટે સુરતમાં આયુર્વેદિક મીઠાઈ પણ બનાવવામાં આવી છે. રક્ષાબંધનને પર્વને લઈને માર્કેટમાં નવી નવી મીઠાઈ આવતી હોય છે. ત્યારે સુરતના ડો.મીરા સાપરિયા હેલ્ધી મીઠાઈ લાવ્યા છે. તેમણે આહારના સિદ્ધાંતો અને આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર એવી મીઠાઈ બનાવી છે. જેને ખાવાથી શરીરને કોઈ આડઅસર નહિ થાય, ઉલટાની તાકાત વધશે.  

સુરતના આયુર્વેદાચાર્ય ડો. મીરા સાપરિયાએ કાજુકતરી અને હની મસ્તી નામની બે મીઠાઈ બનાવી છે. આહારના સિદ્ધાંતો અને ઐષધિને લઈને બનાવી છે. આ મીઠાઈ વિવિધ આયુર્વેદ ઔષધિઓમાંથી બનાવાઈ છે. ડો.મીરાએ અલગ અલગ રાજ્યમાંથી ઔષધિ મંગાવી છે. આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેવી ઐષધિઓ મીઠાઈ માટે ખાસ મંગાવી છે

કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ

  • વચા ચૂર્ણ (બ્રેઈન બુસ્ટિંગ માટે)
  • ગિલોય, અભરખ ભસ્મ, સુવર્ણ વજા (ઈમ્યુનિટી વધારે છે)
  • મરી ચૂર્ણ, ગ્રંથિક, સૂંઠી પાવડર, એલા (પાચન માટે)

 મીઠાઈ શરીર માટે ફાયદાકારક 
મીઠાઈના ફાયદા વિશે તેઓ કહે છે કે, આયુર્વેદના ઔષધો મલ્ટીપલ સિસ્ટમ પર કામ કરે છે. જેમ કે, સ્ટ્રેસ બુસ્ટર, નર્વ સિસ્ટમ, ચહેરા પર ખુશી રહેવી, ડાયજેશન માટે. આ રીતે ઉપયોગથી ન્યૂટ્રીશન લેવલ વધે છે. મેં બંને મીઠાઈનો ટેસ્ટ પણ કરાવ્યો છે. તેમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ મળી રહે છે. કિંમત પણ લોકોને પરવડે તેવી રાખી છે. જો આ મીઠાઈ વધુ પણ ખવાઈ જાય તો પણ ડાયજેશનની તકલીફ નહિ થાય. 

ડો. મીરા સાપરિયાની આ મીઠાઈની વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. અલગ અલગ દેશોમાંથી ઓર્ડર આવે છે. કેટલાક દેશોમાં રહેતી ગુજરાતીઓ ઓડવાન્સમાં જ બુકીંગ કરાવી લે છે. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version