Published By : Aarti Machhi
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ વખતે રક્ષાબંધન 19મી ઓગસ્ટ સોમવારના રોજ છે. આ તહેવારમાં બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી તેની પાસેથી રક્ષાનું વચન લે છે. પરંતુ આ દિવસે ભદ્રાનો ઓછાયો રહેવાનો છે. જેના કારણે રાખડી બાંધવાનું શુભ મુર્હુત જાણી લેવું જરૂરી છે.
ભદ્રા વિના વ્યાપિની પૂર્ણિમાની બપોરે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની શાસ્ત્રીય પરંપરા છે. પંચાંગો પ્રમાણે આ વર્ષે સોમવાર, 19 ઓગસ્ટ, 2024ના રોજ ભદ્રા બપોરે 1.31 વાગ્યા સુધી રહેશે. ધર્મશાસ્ત્રો અનુસાર 19 ઓગસ્ટના રોજ બપોરે 1:31 વાગ્યા પછી રક્ષાબંધનનું શુભ કાર્ય કરવું શુભ રહેશે. ભાદ્રમુક્ત કાળમાં બપોરે ભાઈઓના કાંડા પર બહેનો રાખડી બાંધશે. રક્ષાબંધનમાં ભદ્રાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, આપણા શાસ્ત્રો દ્વારા ભાદ્રાના કાળને અશુભ માનવામાં આવે છે.
દંતકથા અનુસાર, ભદ્રા કાળમાં શૂર્પણખાએ સૌપ્રથમ પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી, જેના કારણે રાવણનું પતન થયું હતું.