સમગ્ર ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા જણાઈ રહી છે ત્યારે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે રખડતા ઢોર થી કોઈનું મોત થાય તો વળતર ચૂકવવું પડશે. આ બાબત અંગે સોમવાર તાં 3 ઓક્ટોબરના રોજ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી ત્યારે હાઈકોર્ટે આવી ટકોર કરી હતી. હાઈ કોર્ટમાં નરોડા વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોરના હુમલાના બનાવમાં બાઈક ચાલક ભાવિન પટેલના થયેલ મોત અંગે ગંભીર નોંધ લીધી હતી. તેમજ આવા બનાવો અંગે વળતર ચૂકવવું પડશે એવી ટકોર હાઈકોર્ટે કરી હતી. સમગ્ર ગુજરાત રાજયના નાના મોટા તમામ નગરોમાં રખડતા ઢોરોની સમસ્યા રાહદારીઓને અને વાહન ચાલકોને માટે મોટી સમસ્યા સર્જી રહ્યું છે ત્યારે હાઇકોર્ટની આ ટકોરને ખુબ મહત્વ અપાઈ રહ્યુ છે. રખડતા ઢોરોના કારણે મોત પામતા વાહન ચાલકો અને રાહદારીઓ ઉપરાંત રખડતા ઢોરના કારણે ઇજા પામતા રાહદારીઓ અને વાહન ચાલકો અંગે પણ ટુંક સમયમાં મહત્વના નિર્ણય પણ અદાલત દ્વારા લેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
રખડતા ઢોરથી કોઈનું મોત થાય તો વળતર ચૂકવવું પડશે…ગુજરાત હાઈકોર્ટ…
RELATED ARTICLES