Published by : Rana Kajal
• હાફૂસનો પહેલો ફાલ દેશની તમામ બજારોમાં મોંઘા દરે વેચાય છે… જેની કિંમત ૨૦ હજાર છે.
મહારાષ્ટ્રની સૌથી ઉત્તમ મનાતી દેવગડની હાફૂસ કેરી પુણેમાં દાખલ થઈ ગઈ છે. હાફૂસ તેના સ્વાદ અને તેની કિંમતને કારણે સંપુર્ણ દેશમાં પ્રખ્યાત છે. હાફૂસનો પહેલો ફાલ દેશની તમામ બજારોમાં સૌથી મોંઘા દરે વેચાય છે. પુણેની બજારમાં દાખલ થયેલી હાફૂસની કિંમત ૨૦ હજાર રુપિયા બોલાઈ રહી છે. હાફૂસના ઉત્પાદકોનું કહેવું છે કે, તેની કિંમત વાતાવરણના બદલાવ સાથે ચઢ-ઉતર થતી હોય છે.
રત્નાગિરી તાલુકાના ગાવખડી ગામની એક વ્યક્તિએ હાફૂસની પહેલી પેટી પુણે મોકલી છે. તેના આંબાના બાગમાં સપ્ટેમ્બરમાં જ મ્હોર આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે તેની ખુબ ચીવટપૂર્વક દેખરેખ કરી હતી. જાન્યુઆરીમાં તેમની મહેનત રંગ લાવી અને બાગની ૪૮ કેરીનું પહેલું બોક્સ પુણેની બજારમાં મોકલાવ્યું. તેમણે આ બોક્સના ૨૦ હજાર રુપિયા મળવાની આશા વ્યક્ત કરી છે.