Published by : Anu Shukla
2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે તે જૂના રથ છે તેના દ્વારા જ રથ યાત્રા નીકાળવામાં આવે છે. પણ હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે.
પરંપરા જળવાઈ રહે તે પ્રમાણેના રથનું નિર્માણ
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથના રથ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમ જેમ જરૂર પડે તેમ રથ બનાવવા માટેનું મટિરિયલ મંગાવીએ છીએ. મંદિરના પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનશે.
નવા વર્ષે નવા રથ
અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા 2023માં નવા રથ સાથે નીકળશે અને આ નવા રથ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. નવા રથ સાથે 2023ની રથયાત્રા નીકળે તે માટે ઝડપથી કામગીરી કરાઈ રહી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/01/11_1672760114.jpg)
400 ઘનફૂટ સાગનું અને 150 ઘનફૂટ સિસમથી રથ બનાવાશે
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સિસમ નું લાકડું રથ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. જેમાં 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા જ્યારે 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા માટે થાય છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કીટાણુ રોધી અને ઘણું વધુ ટકાઉ બને છે.માટે તેનો ઉપયોગ પૈડા બનાવવા માટે કરવામાં આવ્યો છે.
ત્રણે રથની થીમ કઈ રીતની હશે
પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે બીજા રથ શુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે. જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથમા નજીવા ફેરફાર કરાયા છે, રથના પિલરમાં પણ ફેરફાર કરાયો છે.