- ગેંગ્સ ઓફ વાસેપુર’ સ્ટાઈલમાં શાહરુખ ખાનની ફિલ્મનો બહિષ્કાર, રથ પર સ્પીકર, હાથમાં ગદા લઈ યુવક આખા શહેરમાં ફર્યો
આજના સમયમા વીરોધ વ્યક્ત કરવા માટે પણ લોકો જુદીજુદી પદ્ધતિઓ અપનાવે છે .કોઇ સ્પીકર પર સૂત્રો પોકારીને તો કોઇ મોન રેલી યોજીને વીરોધ વ્યક્ત કરે છે. પરંતું પઠાણ ફિલ્મના વીરોધ અંગે જાત જાતની રીત રસમો અજમાવવામાં આવી રહી છે.શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું એક ગીત રિલિઝ થતાની સાથે જ દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ થવા લાગ્યો છે. ફિલ્મમાં દીપીકાએ કેસરી રંગના કપડા પહેર્યા હોવાથી કેટલાક લોકોએ આપત્તિ નોંધાવી છે. ત્યારે ઝારખંડમાં એક યુવકે ફિલ્મનો ખૂબ જ અનોખી સ્ટાઈલમાં વિરોધ કર્યો. ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં જેમ મનોજ બાજપાયી ધમકી આપવા માટે ટેમ્પો પર સ્પીકર અને માઈક લઈને નિકળે છે, તેવી જ રીતે આ યુવક પણ રથ પર સવાર થઈને હાથમાં ગદા લઈ, માઈક પર બહિષ્કારનું આહવાન કરતો જોવા મળ્યો હતો. યુવકના આ વીરોધ પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું