Published By : Patel Shital
- અમરેલીની દિકરી કુમકુમ રામાણીએ લાંબીકૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો…
- રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ગૌરવમાં થયો વધારો…
રમતગમત ક્ષેત્રે ગુજરાતની સતત આગેકૂચ થઈ રહી છે. હાલમાં જ રાજયના અમરેલીની દીકરી કુમકુમ રામાણીએ લાંબીકૂદમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો.
મુળ અમરેલીની વતની કુમકુમ રામાણી હાલ સાબરકાંઠા જિલ્લામાં અભ્યાસ કરે છે. એથ્લેટિક્સમાં લાંબીકૂદ ખેલમાં કુમકુમ રામાણીએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ગુવાહાટી ખાતે આયોજિત જૂનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં લાંબીકૂદમાં કુમકુમ રામાણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેશનલ એથ્લેટિક્સની અંડર-18માં કુમકુમ રામાણીએ 5.49 મીટર લાંબીકૂદ લગાવીને 800 સ્પર્ઘકોને પાછળ છોડી પ્રથમ આવી મેડલ પોતાને નામ કર્યો છે. રમત-ગમત ક્ષેત્રે ગુજરાતની આગેકૂચ થઈ રહી છે. વિવિઘ સ્પર્ધાઓમાં ગુજરાતનાં સ્પર્ધકો સારો દેખાવ કરી રહ્યાં છે એટલુ જ નહી પરંતુ મેડલો પણ જીતી રહ્યા છે.