Published by : Vanshika Gor
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ ટીવી ચેનલ સેટ મેક્સ પર વારંવાર બતાવવામાં આવી રહી છે જેના પગલે બાળકોથી લઈને વૃદ્ધો સૌ કૌઈ ફિલ્મની સ્ટોરીથી લઈને એક એક ડાયલોગ મગજમાં ફીટ થઈ ગયા છે બીજી તરફ આ ફિલ્મને લઈને લોકો કંટાળી ગયા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે એક યુઝર્સે આ ફિલ્મને લઈને રાઈટ ટુ ઈનફોર્મેશન(RTI) અંતર્ગત અરજી કરી છે જે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે.
‘સૂર્યવંશમ’ ફિલ્મને લઈને યુઝર્સે લખ્યું છે કે, તમારી ચેનલે સૂર્યવંશમ ફિલ્મને પ્રસારણ કરવાનો ઠેકો મળ્યો છે. તમારી કૃપાથી અમારા પરિવારે હીરા ઠાકુર અને તેના પરિવાર(રાધા, ગોરી અન્ય)ને સારી રીતે જાણી ચૂક્યા છીએ એટલું જ નહીં સૂર્યવંશમ ફિલ્મવે વારવાંર બતાવીને યાદ પણ રહી ગઈ છે. હું એ જાણવા માંગુ છું કે, તમારી ચેનલે અત્યાર સુધીમાં આ ફિલ્મનું કેટલી વાર પ્રસારણ કર્યું છે? અને ભવિષ્યમાં કેટલી વાર આ ફિલ્મનું પ્રસારણ કરાવામાં આવશે? તેમજ અમારી માનસિક સ્થિતિ પર વિપરીત અસર પડશે તો જવાબદારી કોણ લેશે?

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ 1999માં રીલિઝ થઇ હતી જેમાં બચ્ચને ભાનુ પ્રતાપસિંહ તથા હિરા ઠાકુરનો ડબલ રોલ કર્યો હતો અને ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા રઘુ હતી. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના બાલારામ પેલેસમાં કરવામાં આવ્યું હતું.