Published by : Rana Kajal
જાણીતા ઉદ્યોગપતિ અને રસના ગ્રુપના સ્થાપક અધ્યક્ષ આરીઝ ખંભાતાનું શનિવારે તારીખ 19 નવેમ્બરની રાત્રે કાર્ડિયાક એરેસ્ટને કારણે અમદાવાદમાં નિધન થયું હતું. 85 વર્ષીય ઉદ્યોગપતિ લાંબા સમયથી બિમારીથી પીડાતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની પર્સિસ અને બાળકો પીરુઝ, ડેલ્ના અને રુઝાન ખંભાતા છે. રસના ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વાંચવામાં આવ્યું છે. તેમના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રસના ભારતની સૌથી મોટી અને અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે. એક સમયે ભારતભરમાં I love you રસનાનું સ્લોગન ખૂબ લોકપ્રિય હતુ તેમજ રસનાના શરબત પણ ભારતના મોટા ભાગના ઘરોમાં લોકપ્રિય હતા.