Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchરહીશો પાસેથી કડક વલણ અપનાવી… નોટીસો પાઠવી કરવેરા વસુલ કરતા ભરૂચ જિલ્લાની...

રહીશો પાસેથી કડક વલણ અપનાવી… નોટીસો પાઠવી કરવેરા વસુલ કરતા ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓનું કરોડો રૂપિયાનું વીજબિલ બાકી…

Published by : Rana Kajal

ભરૂચ નગરનાં રહીશો અંધારપટની યાતના ભોગવતા હોવા છતાં…. જાડી ચામડીના નગર પાલીકાના અધિકારી અને પદાધિકારીઓને મોજે મોજ… ભરૂચ જિલ્લાની ચાર નગરપાલીકા પૈકી ત્રણ નગરપાલિકાઓનું જંગી વીજ બીલ બાકી છે. વીજ બીલ ચઢી ગયું હોય તેવી જીલ્લાની નગરપાલિકાઓમાં ભરૂચ, જંબુસર અને આમોદ નગરપાલિાઓનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધી પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ નગરપાલિકાનું વીજ બીલ 6.88 કરોડ, જંબુસર પાલિકાનું 1.63 કરોડ અને આમોદ પાલિકાનું 2.05 કરોડ વીજ બીલ બાકી છે. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ નગરપાલિકા રહીશોને બાકી રહેલ કરવેરા ભરવા અંગે વારંવાર નોટિસો પાઠવે છે. કેટલીક વાર મિલ્કતો સીલ કરે છે. સાથેજ નળ જોડાણ કાપી નાખવાની ચીમકી પણ આપે છે . પરંતુ ભરૂચ નગરપાલીકા પોતાનું બાકી ચઢી ગયેલ બીલ ન ભરતા આ વર્ષમાં બીજી વાર વીજ કંપનીએ વીજ પુરવઠો કાપી નાખ્યો છે ત્યારે આ બાબતે કોને સહન કરવું પડ્યું…? સૌથી વધુ ભરૂચના રહીશોએ સહન કરવું પડ્યું. યાતના સહન કરવી પડી અંધાર પટમાં જીવવું પડયું તે બાબત ઍક કડવું સત્ય છે…. તો બીજી બાજુ જવાબદાર અઘિકારીઓ અને પદાધિકારીઓ… લીલા લહેર કરે… પ્રમુખ વિદેશમા મોજથી ફરે… તે પણ કોઈને ચાર્જ આપ્યા વગર… તો અઘિકારીઓ રજા પર ઉતરી જાય… નગરપાલિકા સંકુલમાં પણ વીજ પુરવઠો ન હોય.. ત્યારે અઘિકારીઓએ કેબિન બદલી કામ કરવું પડે…. આનાથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!