Home Fashion રાજકોટના સોનીઓની ચેતવણી…સોનામાં થઇ રહ્યું છે પાવડર મિશ્રણ…દાગીના ખરીદતા પહેલા આ બાબતોનું...

રાજકોટના સોનીઓની ચેતવણી…સોનામાં થઇ રહ્યું છે પાવડર મિશ્રણ…દાગીના ખરીદતા પહેલા આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન…

0

Published By : Parul Patel

આપણે ઘણા દાખલાઓ અને લે-ભગુ લોકોથી છેતરાતી પબ્લિકના કિસ્સા સાંભળ્યા પણ છે, અને ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલમાં જોયા છે. તેમ છતાં વધારે મેળવવાની લાલસામાં લોકો છેતરાતા જ રહે છે અને લે-ભાગું ઠગ છેતરતા રહે છે. કહેવાય છે ને કે “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે”, લોભે લક્ષણ જાય અને લોભી લોકો લૂંટી જાય. આવુજ કંઈક હમણાં રાજકોટમાં બની રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી સોનાના પાવડર યુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં લોકોને જાગૃત કરવા સોની બજાર અને પેલેસ રોડ પર ગ્રાહકોની જાગૃતિ માટે ‘પીળુ એટલે સોનું નથી’, એવા બેનરો લગાવ્યા છે.

સોનાના દાગીનામાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કરતા સોની બજારના વેપારીઓ જણાવે છે કે કેટલાક હોલસેલરો સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને મશીન દ્વારા બનતી સોનાની ચેઈનમાં પાઉડરને ભેળસેળ કરીને આપે છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ચેઈનનો પહેરવામાં ઉપયોગ થાય છે ત્યાં સુધી ખબર નથી પડતી, પરંતુ જયારે તેને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે ત્યારે જ તેનો ખ્યાલ આવે છે. મશીનમાં બનતી સોનાની ચેન વાસ્તવમાં સોનાની હોતી જ નથી. તેમાં માત્ર સોનાનો પાવડર ભેળવી દેવામાં આવે છે જેથી તે સાચા સોનાની જેમ તેની પીળાશ ચમકે છે. આવા ઘરેણાંથી આ પાવડર યુક્ત કેન્સર જેવા રોગ થવાની શક્યતાઓ પણ રહે છે. આ ભેળસેળ વહેલી તકે બંધ થવી જરૂરી છે એવું સોનાના વેપારીઓનું કહેવું છે.

દાગીના ખરીદતા પહેલા અને પછી ધ્યાન રાખવાની બાબત

  • બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએ.
  • સોનાની ખરીદારી કરનારે, હંમેશા HUID (Hallmark Unique Identification) નંબર તેમજ બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએ. જેથી જ્યારે પણ વેચાણ કરવા જાય ત્યારે તેમને તેની પૂરી કિંમત મળી શકે.
  • જાણીતા વેપારી પાસેથી જ સોનુ ખરીદવું જોઈએ.
  • લે-ભાગું લોકો પાસે સોનુ સાફ (ધોવડાવું ) ન જોઈએ. તેઓ તેમના ધોવાના પદાર્થથી આપણા સોનાના દાગીનાનું ધોવાણ એમના એ પદાર્થમાં કરી લે છે, જેથી સોનુ ચમકે છે પરંતુ તેનું વજન ઓછું થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version