Published by : Rana Kajal
રાજકોટની એક 9 વર્ષની દિકરી જે ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે.જે હવે બોલિવૂડ સ્ટાર અજય દેવગનની સાથે અપકમિંગ મુવી ભોલામાં સ્ક્રીન શેક કરશે.અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે..

હિરવા ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારી જર્ની અત્યાર સુધીની ખુબ જ સારી રહી છે.મે દિલ ધડકે ધડકને દો, ગુમ હૈ કિસી કે પ્યારમે, કાશીબાઈ બાજીરાવ બલાલ અને શુભ લાભમાં કામ કર્યું છે. આ સાથે જ અપકમિંગ મુવી ભોલામાં કામ કર્યું છે. મારે ફિલ્મભોલામાં કામ કરવા માટે ઘણુ હાર્ડ વર્ક કરવું પડ્યું હતું.

પહેલા જ્યારે હું ફિલ્મ ભોલા માટે ગઈ ત્યારે હું ખુબ જ નર્વસ હતી.પણ જ્યારે હું અજય દેવગણને મળી ત્યારે મને એવુ ના લાગ્યું કેહું કોઈ સ્ટારને મળી છું.મને એવુ લાગ્યું કે હું કોઈ બોવ જ સિમ્પલ માણસને મળી છું. જ્યારે મારૂ શૂટ ના હોય ત્યારે હું મારૂ સ્ટડી કરી લવ છું. હું ભણવામાં પણ પહેલા નંબર પર આવુ છું. મારી હોબી ડાન્સિંગ કરવાની અને સિંગિગ કરવાની છે.મને રાઈટિંગ પણ ગમે છે.મને મારા માતા-પિતાનો પણ ખુબ જ સપોર્ટ મળ્યો છે.