Published by : Rana Kajal
- વાહનોના રમકડા વડે ટ્રાફીક નિયમોની અપાતી સમજણ…
ટ્રાફિકના નિયમો અંગે સમાજમાં જાગૃતી લાવવા માટે વિવિઘ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે રાજકોટની RTO ઓફિસમા ખુબ મોટી સંખ્યામા જુદા જુદા વાહનોના રમકડા મુકવામાં આવ્યાં છે. આ વાહનોના રમકડા વડે લોકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામા આવી રહી છે. રાજકોટના RTO ઓફિસમા ખુબ મોટી સંખ્યામાં રમકડા રાખવામાં આવ્યાં છે. જે અંગે RTO કે.એમ.ખપેડે જણાવ્યું કે અરજદારોને ટ્રાફીકના નિયમો અસરકારક રીતે સમજાવવા માટે આ રમકડા ખુબ ઉપયોગી નીવડે છે રીક્ષાનું ડ્રાઈવિંગ લાયસન્સ કે અન્ય બાબતો માટે આવતા અરજદારોને રીક્ષાના રમકડાના મોડલ સાથે નિયમો સમજાવવામાં આવે છે. આવી જ રીતે અન્ય વાહનોના અરજદારોને પણ વાહનોના મોડલ વડે નિયમો અંગે સમજાવવામાં આવે છે.