Published by : Anu Shukla
- સરકારની કડક સૂચનાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે
- રાજ્યની તમામ ડીઈઓ, ડીપીઓ કચેરીને પરિપત્ર કરીને આદેશ અપાયો
રાજકોટમા ગોંડલ રોડ પર આવેલી એક ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થતા રાજ્ય સરકારે જિલ્લા શિક્ષણાઅધિકારી પાસે જવાબ માંગ્યો હતો. આ મામલે હવે સરકાર જાગી જતા રાજકોટની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ ડીઈઓ, ડીપીઓ કચેરીને તાકીદે આદેશ આપ્યો છે. આ ઉપરાંત સરકારે આ આદેશનો ભંગ કરનાર પર કાયદેસરના પગલા લેવાની ચીમકી પણ આપી હતી.
રાજ્ય સરકારે આપ્યો આદેશ
રાજ્ય સરકારે ઠંડીને લઈ વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત શાળાઓએ ડ્રેસ કોડ પર ભાર ન મુકવા પણ સરકારે આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે તમામ ડીઇઓ, ડીપીઓને પરિપત્ર જાહેર કરીને આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ FIRની ચીમકી પણ આપી હતી. રાજ્ય સરકારના આદેશ બાદ હવે શાળાનો સમય 8 વાગ્યા પછી રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. ઠંડીને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.