Published by : Anu Shukla
- ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત,…
- 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ અને 6 ટ્રેન મોડી ઉપડશે….
ભરૂચ જિલ્લામાથી તેમજ અન્ય વિસ્તારોમાંથી રાજકોટ કે અન્ય વિસ્તારોમા રેલવે માર્ગથી જનારા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ સુચના જાહેર કરવામાં આવી છે. તે મુજબ બિલેશ્વર થી રાજકોટના સેક્શનમા ડબલ ટ્રેકનું કામકાજ ચાલતુ હોય રેલ્વે વ્યવહાર પર તેની અસર પડશે.
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 2 થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણપણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે. તા 2 થી 12 ફેબ્રુઆરી, 2023 સુધી
વડોદરા-જામનગર ઇન્ટરસિટી તા 3 થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી તા 4 થી 12 ફેબ્રુઆરી, તેમજ રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ તા7 થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ તા 6 થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7 થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન તા 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તા 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા 2 થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે. તેમજ
અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી તા 3 થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ અને ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા3 થી 11 ફેબ્રુઆરીઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ તા 2 થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ તા3 થી 11 ફેબ્રુઆરી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી તા 3 થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી તા 3 થી 11 ફેબ્રુઆરી સુધી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફરતા 6 થી 10 ફેબ્રુઆરી વાંકાનેર-જામનગર વચ્ચે રદ રહેશે. તેમજરેવા-રાજકોટ તા 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે જ્યારે જામનગર-બાંદ્રા હમસફર તા 7 થી 10 ફેબ્રુઆરી જામનગર-વાંકાનેર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા 6 થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા 7 થી 11 ફેબ્રુઆરી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે. એમ રેલ્વે તંત્ર દ્વારા જણાવાયું છે.




