Published by : Rana Kajal
- રાજકોટમાં આવેલ ન્યારી ડેમ પર માતા હીરાબા સરોવર બનાવામાં આવશે…
- માત્ર 8 જ દિવસમાં આ સરોવર તૈયાર થશે…
વડાપ્રધાનની માતા હીરાબાનું 30 ડિસેમ્બર, 2022ના રોજ મૃત્યુ થયું હતું.એમની યાદમાં રાજકોટમાં ન્યારી ડેમ પર રૂ. 15 લાખના ખર્ચે હીરાબા સરોવર બનાવામાં આવશે. ગીરગંરા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીરગંરા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા તેઓના નામે એક સરોવરનું નિર્માણ કરવામાં આવશે. માતા હિરાબાની યાદમાં રાજકોટ ખાતે હીરાબા સરોવરનું નિર્માણ કરવામાં આવશે. જે સરોવર માત્ર 8 જ દિવસમાં બનાવામાં આવશે તેમજ જાન્યુઆરીના અંત સુધી આ સરોવર છલોછલ ભરાય જશે. ગીરગંરા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ એમ કહ્યું કે આ સરોવરના નિર્માણ પછી તેઓ 75 ચેકડેમ બનાવશે. એમનો હેતુએ છે કે લોકોમાં જાગૃતિ આવે, પાણીની બચત થાય, પશુ – પક્ષીઓને કુદરતી વાતાવરણ મળે તેમજ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે….