જે તે વિસ્તારમાં રહેતાં રહીશોનો પહેરવેશ જે તે વિસ્તારની ઓળખ ઉભી કરે છે. તેથી જ હાલના દિવસોમાં વિવિઘ સોસાયટીઓ અને શેરીઓમાં રહેતાં લોકોના પહેરવેશ પર ખાસ ઘ્યાન રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ઍક ઍવી ધટના બની જે અંગે હાલ ચર્ચા અને વિવાદ ચાલી રહયો છે. બન્યું એવુ કે રાજધાની દિલ્હીમાં દ્વારકા સેકટર 6માં આવેલ સંમતિ સોસાયટીમાં ઍક પુરુષ બંડી પહેરીને બહાર ફરતો જણાયો હતો. આવી બંડી પહેરી સોસાયટીમાં ફરવું યોગ્ય નથી એમ ગણી સોસાયટીના મંડળ દ્વારા ઍક સરકયુલર બહાર પાડી બંડી પહેરી સોસાયટીમાં ન ફરવા તાકીદ કરવામાં આવી હતી જોકે આ તાકીદ બાદ વિવિઘ ચર્ચાઓ અને વિવાદ ઊભા થયા હતા તેમ છતાં સોસાયટીના મંડળ દ્વારા એમ જણાવાયુ હતુ કે સોસાયટીમાં રહેવું હોય તો નિયમોનું પાલન કરવું જોઇએ. સભ્ય દેખાય તેવા કપડાં પહેરવા અત્યંત જરૂરી છે.
રાજધાની દિલ્હીમાં બંડી એટલે કે બનીયન પહેરી નીકળેલ પુરુષ સામે સોસાયટી મંડળની ટકોર…..
RELATED ARTICLES