Published By : Parul Patel
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝા તેમજ સર્કલ પી.આઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન રાજપારડી પોલીસે મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડીથી ટેમ્પો નંબર-G.J.16.A.Z.3730 માં એક ઈસમ ગાયના બે વાછરડા કતલ કરવાના ઇરાદે તરસાલી ગામે ભરીને લઇ જાય છે.
જેવી બાતમીના આધારે પોલીસે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે નવી જરસાડ ગામના દીવાન ફળિયામાં રહેતો ઇમરાનશા સિકંદરશા હુસેનશા દિવાનને ઝડપી પાડી કુલ 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.