Published by : Rana Kajal
આ દુનિયામાં અશક્ય કંઈ નથી તે બાબત સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજપીપળાના કાળકા મંદિર પાસે પિતા દ્વારા તરછોડી દેવાયેલા અસ્થિર મગજની માતાના પુત્રને રહેવા માટે કોઇ ઠેકાણું ન હતુંં. એક મહિલા તેને અવારનવાર જમાડતી હતી. રાજપીપળાના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના નજરમાં આ બાળક આવતા તેને સંસ્થામાં રાખવામાં આવ્યો હતો. આ બાળક આમ તો અસ્થિર મગજનો હોય તેમ લાગતું હતું. આ બાળક નામે અંકિતનો આઇ કયુ ટેસ્ટ જોતાં તે ભણતર અને ગણતર માટે લાંબો સમય લેશે તેવું તારણ તબીબે આપ્યું હતું. તેમ છતાં સંસ્થાના સંચાલકોએ બાળક અંકિત અંગે તમામ જરૂરી પ્રોસીજર કરી તેને ધોરણ 1માં પ્રવેશ અપાવ્યો. અંકિતનુ નિયમિત ધ્યાન રાખવામાં આવ્યું કાઉન્સ્લિંગ કરાયું. સંસ્થાના સ્ટાફ ધ્રુમિલ દોશી અને લોપા વ્યાસ દ્વારા નિયમિત સાર સંભાળ રાખવામાં આવી. જેનું પરિણામએ આવ્યું કે જે બાળક જલદી ભણી નહીં શકે તેવો અભિપ્રાય તબીબોએ આપ્યો હતો તે બાળક અંકિત ધોરણ 3 માં શાળામા પ્રથમ આવ્યો…